તમામ ડોક્યુમેન્ટ્સ માં અટક પાછળ લખી ને જારી કરવા અંગે સરકારી પરિપત્ર બહાર પાડવા માં આવેલ છે.
Read in English
કોઈ પણ સ્કૂલ માંથી જો તમે એલ.સી. કઢાવશો તો તમને નામ માં અટક આગળ લખી આપશે નહિ, પરંતુ પ્રથમ નામ, માધ્ય નામ અને અટક આ પ્રમાણે જ કાઢી આપવામાં આવશે, તેવો હુકમ ગુજરાત ની તમામ સ્કૂલ કોલેજ ના પ્રિન્સિપાલ ને મળી ગયેલ છે.
જન્મ - મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, મતદાતા ઓળખકાર્ડ વિગેરે ફક્ત પાછળ અટક સાથે જ કાઢી આપવામાં આવશે. તબક્કાવાર તમામ સરકારી વિભાગો જેમ કે મહેસુલ વિભાગ, ગ્રામ પંચાયત થી લઈને મહાનગર પાલિકા ને આ બાબતનો અમલ કરાવવામાં આવશે.
જો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ માં અટક આગળ હશે કે ત્રણ તબક્કા પ્રમાણે નામ નહી હોય તો તમારા સરકારી કામો અટકી પડશે, ગુમાસ્તા લાયસન્સ, જી.એસ.ટી, ઈમ્પોર્ટ - એક્સપોર્ટ લાયસન્સ વિગેરે ની અરજી થઇ શકશે નહી.
બેંક માં સેવિંગ એકાઉન્ટ થી લઈને તમામ પ્રકાર ના ખાતા ના KYC ઉપર મુજબ ના નિયમ લાગુ પાડવામાં આવશે. જો થ્રિ - સ્ટેપ નામ નહિ હોય તો તમારી લોન પ્રોસેસ માં અડચણ આવી શકે છે.
ગુજરાતમાં રહેતા હિન્દી ભાષી નાગરિકોને સૌથી વધારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કારણ કે એમને આપણે નામ પુછીયે તો સુરેશ કહે અને આખું નામ પુછીયે તો સુરેશ કુમાર કહે હવે કુમાર ના તો એમની અટક છે કે ના તો બાપ નું નામ તો ફક્ત કુમાર જોડી દેવા થી આખું નામ કઈ રીતે થઇ ગયું ? મધ્ય નામ અને અંતિમ નામ (અટક) તો આવ્યા જ નથી.

