મતદાતા ચકાસણી અભિયાન 2025

हिंदी में पढ़ें

 📢 ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ આદેશ જાહેર 🗳️


૧ ઓગસ્ટથી દેશભરમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ચૂંટણી અધિકારીઓ ઘરે-ઘરે જઈને મતદાર ઓળખપત્રોની ચકાસણી કરશે.


👉 જો કોઈ મતદાતા પોતાના નોંધાયેલા સરનામે રહેતા નથી એવું જણાશે, અને જો એ સરનામે રહેતા વ્યક્તિ (પરિવારના સભ્ય સહિત) વિધાનસભા ચૂંટણી રજિસ્ટરમાં દાખલ થયેલા મતદાતા તરીકે માન્ય રહેવા માટે યોગ્ય પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેશે, તો આવા મતદાતાનું નામ ચૂંટણી યાદીમાંથી રદ્દ કરવામાં આવશે અને તેમનું મતદાર ઓળખપત્ર અમાન્ય ગણાશે.


📄 સરનામા ના પુરાવા તરીકે માન્ય દસ્તાવેજો (માત્ર મતદાતા ના નામે હોવા જરૂરી) (કોઈ પણ એક) :


* વીજબીલ (Electricity Bill)

* વેરાબીલ (Property Tax Bill)

* ગેસ બીલ (Gas Connection Bill)

* બેંક પાસબુક (Bank Passbook)

* આધાર કાર્ડ (Aadhaar Card)

* પાસપોર્ટ (Passport)

* ડ્રાઇવિંગ લાઈસન્સ (Driving License)


 નોંધ: 

👉 આ પ્રક્રિયાનું મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી નકલી અથવા અયોગ્ય નામો દૂર કરી સ્વચ્છ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા નો છે.


📌 જો કોઈ વ્યક્તિની નોંધણી એકથી વધુ સ્થળે મતદાતા તરીકે થયેલી હોવાનું જણાય, તો તેવા વ્યક્તિને માત્ર એક સ્થળ પસંદ કરીને તે જગ્યાની મતદાતા યાદીમાં રહે તેવા વિકલ્પની તક આપવામાં આવશે. જો તે સમયસર કોઈ સ્થાન પસંદ નહીં કરે, તો તમામ સ્થાનોથી તેનું નામ રદ્દ કરવામાં આવશે અને વિશેષ નોંધ પણ લેવામાં આવશે. મતદાતા બે અલગ-અલગ વિસ્તાર, બે અલગ-અલગ શહેર કે અન્ય રાજ્ય માં પણ બીજું ચૂંટણી કાર્ડ રાખી શકશે નહીં. 


👉 એક અંદાજ પ્રમાણે 20 થી 25 ટકા જેટલા મતદાતાઓ ને આ સર્વે ની અસર થશે. કોને કોને ? (1) આધાર સાથે ચૂંટણીકાર્ડ લિંક ના કર્યું હોય (2) પરણી ને ગયા હોય કે આવ્યા હોય (3) ભાડે રહેતા હોય કે મકાન બદલ્યું હોય. (4) ગામડે અને શહેર માં બન્ને જગ્યા પર નામ બોલતા હોય, વિગેરે...








Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.